Google ઇનપુટ સાધનો Chrome એક્સટેન્શન
Google ઇનપુટ સાધનો Chrome એક્સટેન્શન વપરાશકર્તાઓને Chrome માં કોઈપણ વેબ પૃષ્ઠોમાં ઇનપુટ સાધનોને ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. ઇનપુટ સાધનો Chrome એક્સટેન્શનનો ઉપયોગ કરવા માટે, આ પગલાંઓને અનુસરો:
- Google ઇનપુટ સાધનોને ઇન્સ્ટોલ કરો
- એક્સટેન્શન આયકન ને ક્લિક કરો અને “એક્સટેન્શન વિકલ્પો” પસંદ કરો
- “એક્સટેન્શન વિકલ્પો” પૃષ્ઠમાં, ડાબેથી જમણેથી તમને જોઈતું ઇનપુટ સાધન પસંદ કરો.
- ઇનપુટ સાધન ઉમેરવા માટે ડાબી બાજુએ ડબલ ક્લિક કરો. પસંદગીને દૂર કરવા માટે જમણી બાજુએ ડબલ ક્લિક કરો.
- જમણી બાજુએ ઇનપુટ સાધન પર ક્લિક કરી અને આયકન્સ પર ક્લિક કરીને પસંદ કરેલા ઇનપુટ સાધનોને સૉર્ટ કરો.
ઇનપુટ સાધનનો ઉપયોગ કરવા માટે, એક્સટેન્શન આયકન પર ક્લિક કરો. દેખાતા ડ્રોપ-ડાઉન મેનૂમાં, ઇચ્છિત ઇનપુટ સાધન પસંદ કરો. ચાલુ કરેલા ઇનપુટ સાધન સાથે, એક્સટેન્શન બટન એક પૂર્ણ રંગીન આયકન બની જાય છે, જેમ કે . જ્યારે ઇનપુટ સાધન બંધ હોય છે, ત્યારે બટન ગ્રે રંગ નું થઈ જાય છે. “બંધ કરો” ને ક્લિક કરવું ઇનપુટ સાધનને બંધ પર ટોગલ કરશે. તમે ચાલુ/બંધ ટોગલ કરવા માટે પસંદ કરેલા ઇનપુટ સાધનો પર પણ ક્લિક કરી શકો છો.
હવે તમે ઇનપુટ સાધનને ચાલુ પર ટોગલ કર્યું હોવાથી, એક વેબ પૃષ્ઠ ખોલો, કર્સરને ઇનપુટ બૉક્સ પર લઈ જાઓ અને લખવાનું પ્રારંભ કરો. જો તે કાર્ય કરતું નથી, તો પર ક્લિક કરીને વેબ પૃષ્ઠને ફરી તાજું કરો.
વ્યક્તિગત ઇનપુટ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી સંબંધિત લેખ: