સુવિધાઓ ઓવરવ્યુ
Google ઇનપુટ સાધનો તમને તમારી ઇચ્છિત ભાષામાં વધુ સરળતાથી લખવામાં સહાય કરે છે. અમે વર્તમાનમાં ઘણાં પ્રકારના ટેક્સ્ટ ઇનપુટ સાધનો પ્રદાન કર્યા છે:
- IME (ઇનપુટ પદ્ધતિ સંપાદકો) રૂપાંતરણ એન્જિનનો ઉપયોગ કરીને તમારા કીસ્ટ્રોક્સને બીજી ભાષામાં મેપ કરે છે.
- લિવ્યંતરણ ટેક્સ્ટના ધ્વનિ/ધ્વનયાત્મકને ધ્વનિથી શ્રેષ્ઠ રીતે મેળ ખાતી હોય તેવી એક ભાષામાં રૂપાંતરિત કરે છે. ઉદાહરણ તરીકે, લિવ્યંતરણ “namaste” ને હિન્દીમાં “नमस्ते” રૂપાંતરિત કરે છે.
- વર્ચ્યુઅલ કીબોર્ડ તમારી સ્ક્રીન પર એક કીબોર્ડ પ્રદર્શિત કરે છે જે તમારા વાસ્તવિક કીબોર્ડ પરની કીઝને મેપ કરે છે. તમે સ્ક્રીન પરના કીબોર્ડ લેઆઉટના આધારે સીધા બીજી ભાષામાં લખી શકો છો.
- હસ્તાક્ષરથી તમે તમારી આંગળીઓ વડે અક્ષરો દોરીને ટેક્સ્ટમાં લખી શકો છો. હસ્તાક્ષર હાલમાં ફક્ત Google ઇનપુટ સાધનો Chrome એક્સટેન્શનમાં જ ઉપલબ્ધ છે.
Google એકાઉન્ટ સેટિંગ્સમાં ઇનપુટ સાધનોને કેવી રીતે ગોઠવવા તે જાણો.
Gmail, ડ્રાઇવ, શોધ, અનુવાદ, Chrome અને ChromeOS સહિત, Google ઉત્પાદનોમાં ઇનપુટ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો.
તે અજમાવી જોવા માટે, બસ અમારા ડેમો પૃષ્ઠ પર જાઓ.