વર્ચ્યુઅલ કીબોર્ડ
વર્ચ્યુઅલ કીબોર્ડ અથવા “ઓન-સ્ક્રીન” કીબોર્ડથી તમે સરળ અને સુસંગત ઢબે સીધી જ તમારી સ્થાનિક ભાષા સ્ક્રિપ્ટમાં લખી શકો છો, પછી ભલેને તમે ક્યાંય પણ હોવ અથવા તમે કોઈપણ કમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યાં હોવ. વર્ચ્યુઅલ કીબોર્ડનાં કેટલાક સામાન્ય ઉપયોગોમાં સમાવેશ થાય છે:
- એક વ્યક્તિને તેમની પોતાની ભાષામાં વિદેશી કીબોર્ડ્સ પર ટાઇપ કરવાની પરવાનગી આપે છે - જેમ કે જ્યારે વિદેશમાં મુસાફરી કરી રહ્યાં હોય અથવા અન્ય દેશમાં રહેતા હોય,
- ઓન-સ્ક્રીન ક્લિક્સ દ્વારા લખવાની મંજૂરી આપીને વધુ ઍક્સેસિબલ ટાઇપિંગ અનુભવને સક્ષમ કરી રહ્યાં છે,
- વિવિધ અક્ષર સમૂહો અને/અથવા મૂળાક્ષરો વચ્ચે સ્વિચ કરીને એક ઝડપી, સરળ રસ્તો પ્રદાન કરે છે.
વર્ચ્યુઅલ કીબોર્ડ 70 કરતાં વધુ ભાષાઓ માટે 100 થી વધુ કીબોર્ડ્સને આવરી લે છે. વર્ચ્યુઅલ કીબોર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવા માટે આ ટયૂટૉરિઅલ વિડિઓ જુઓ. સાથે જ તેને ઓનલાઇન અજમાવો.
વર્ચ્યુઅલ કીબોર્ડ વાપરવા માટેનું, પ્રથમ પગલું છે ઇનપુટ સાધનો સક્ષમ કરવા. શોધ, Gmail, Google ડ્રાઇવ, Youtube, અનુવાદ, Chrome અને Chrome OSમાં ઇનપુટ સાધનોને સક્ષમ કરવા માટે સૂચનાઓને અનુસરો.
વર્ચ્યુઅલ કીબોર્ડ્સ આયકન દ્વારા રજૂ થાય છે. આયકન પર ક્લિક કરવું વર્તમાન IME નું ચાલુ/બંધ ટૉગલ કરે છે અથવા બીજું ઇનપુટ સાધન પસંદ કરવા માટે તેની પાસેના તીરને ક્લિક કરો. જ્યારે વર્ચ્યુઅલ કીબોર્ડ સક્રિય હોય, ત્યારે બટન વધુ ઘાટુ ગ્રે થઈ જાય છે.
તમારા પોતાના કીબોર્ડ પર લખીને, માની લો કે તે વર્ચ્યુઅલ કીબોર્ડ છે અથવા તમારા માઉસ સાથે સીધા વર્ચ્યુઅલ કીબોર્ડ પરની કીઝને ક્લિક કરીને વર્ચ્યુઅલ કીબોર્ડનો ઉપયોગ કરો.
સ્ક્રીન પરના કીકિબોર્ડને નાનું કરવા માટે, સ્ક્રીન પરના કીબોર્ડની ઉપર જમણે તીર પર ક્લિક કરો.