Google એકાઉન્ટ સેટિંગ્સ
તમે ઇનપુટ સાધનો પસંદ કરી શકો છો અથવા તમારી Google એકાઉન્ટ સેટિંગ્સમાં તેમની સેટિંગ્સ સંપાદિત કરી શકો છો. તમારી ગોઠવણી બધા Google ઉત્પાદનો પર લાગુ થશે.
Google એકાઉન્ટ સેટિંગ્સમાં ઇનપુટ સાધનોને સંપાદિત કરવા માટે, આ પગલાં અનુસરો:
- “ભાષા” → “ઇનપુટ સાધનો” → “સંપાદિત કરો” પર જાઓ.
- પ્રદર્શિત થાય તે “ઇનપુટ સાધનો સેટિંગ્સ” સંવાદમાં, તમે ઉપયોગ કરવા માગતા હો તે ઇનપુટ
સાધન પસંદ કરો.
- લિવ્યંતરણો અને IMEs ભાષાના અક્ષર દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે, જેમ કે ને મરાઠી લિવ્યંતરણ માટે અને ને ચાઇનીસ Pinyin IME માટે.
- વર્ચ્યુઅલ કીબોર્ડ્સ ને એક કીબોર્ડ આયકન દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે.
- હસ્તલેખન IME ને પેન આયકન દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે.
- તમારી સેટિંગ્સ સંપાદિત કરો અને “સાચવો” ક્લિક કરો.
વર્તમાનમાં, અમે ત્રણ સેટિંગ્સ પ્રદાન કરીએ છીએ:
- ઓન-સ્ક્રીન કીબોર્ડ બતાવો/છુપાવો.
- સ્થિતિ બાર બતાવો/છુપાવો. આ સેટિંગ્સ ચાઇનીસ માટે સંપૂર્ણ Pinyin, Wubi, Cangjie, Zhuyin, Cantonese IME પર લાગુ થશે.
- વપરાશકર્તા શબ્દકોશને સમન્વયિત કરો/સમન્વયિત કરશો નહીં. તમારા વપરાશકર્તા શબ્દકોશમાં એવા શબ્દો સ્ટોર થાય છે કે જે તમે અમારા સાધનોનો ઉપયોગ કરીને તાજેતરમાં જ દાખલ કર્યા છે અને ભાવિ વાર્તાલાપ માટે અમારી ચોક્કસતા બહેતર બનાવવામાં સહાય કરે છે. જ્યારે તમે સમન્વયિત કરવું સક્ષમ કરો, ત્યારે તમે સંપૂર્ણ Google ઉત્પાદનો (જેમ કે Android, Gmail અને ડ્રાઇવ) પર તમારા શબ્દકોશને સમન્વયિત કરશો. વર્તમાનમાં, વપરાશકર્તા શબ્દકોશનો ઉપયોગ ફક્ત Chinese Pinyin IME સાથે જ થઈ શકે છે.